મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજનો ઠરાવ તાત્કાલિક કરવા આપની માંગ
મોરબીમાં જી.આઇ.ડી.સી. સામે નવા બનતા બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
SHARE
મોરબીમાં જી.આઇ.ડી.સી. સામે નવા બનતા બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી.ની સામેના ભાગમાં નવા બનતા બિલ્ડિંગમાં સેન્ટીંગનું કામ કરતો યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો જેથી તેને કપાળે અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા અને સેન્ટીંગનું કામ કરતા ગોવિંદભાઈ નારણભાઈ વાઘેલા (૩૭) મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવેલ પનામા માર્બલની બાજુમાં નવા બનતા બિલ્ડીંગમાં ત્રીજા માળે સેન્ટીંગના સળિયા ગોઠવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતાં તેઓને માથાના ભાગે અને કપાળમાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને ગોવિંદભાઈને સારવાર માટે પ્રથમ મોરબીના સાવસર પ્લોટમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ગોવિંદભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી