મોરબીમાં જી.આઇ.ડી.સી. સામે નવા બનતા બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી નજીકના ખાનપર ગામે વાડી રહીને મજૂરી કરતો યુવાન પોતાના વતનમાં જતો હતો જેથી તેની સગીર વયની દીકરીને તેની સાથે વતનમાં જવું હતું જોકે, સગીરાને તેના પિતા સાથે લઈ ગયા ન હતા જેથી સગીરાને લાગી આવ્યું હતું અને તેને ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે જયંતીભાઈની વાડી રહીને મજૂરીકામ કરતા મૂળ એમપીના રહેવાથી કાળુભાઈ વેશ્યાભાઈ બિલવાલ જાતે આદિવાસી (ઉમર ૪૩) ગત તા ૧૦/૪ ના રોજ પોતાના વતનમાં જતા હતા ત્યારે તેની સગીર વયની દીકરી સુનિતાબેન (ઉંમર ૧૪)ને અહિયાં ગમતું ન હોવાથી તેની સાથે વતનમાં જવું હતું જોકે કાળુભાઈ તેની દીકરીને સાથે લઈને ગયા ન હતા માટે ગત તા ૧૬/૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં સુનિતાએ પોતાની જાતે દુપટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ લેતા તેને તાત્કાલિક દાંતરડા વડે દુપટો કાપી નાંખીને તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનુ મોત નીપજયું હતું જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે