મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી: સંતાન ન થતાં હોય પરિણીતાને માર માર મારનારા પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધાયો
SHARE
મોરબી: સંતાન ન થતાં હોય પરિણીતાને માર માર મારનારા પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધાયો
મોરબીના વાવડી રોડ ઉપર રહેતી પરિણીતાને સંતાન ન થતા હોવા બાબતે તેમજ ઘરકામ બાબતે પતિ સહિતના સાસરીયાઓ મેણાં ટોણાં મારતા હતા અને ગાળો આપીને ઢીકાપાટુંનો માર મારવામાં આવ્યો હતો જેથી હાલમાં ભોગ બનેલ પરણિતાએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા પિતાના ઘરે રહેતી અફસાનાબેન યુસુફભાઈ રાઉમા (૨૬) નામની પરિણીતાએ હાલમાં તેના પતિ યુસુફભાઈ સલેમાનભાઈ રાઉમા, સસરા સલેમાનભાઈ કાસમભાઈ રાઉમા, સાસુ રોશનબેન સલેમાનભાઈ રાઉમા, નણંદ મુમતાજબેન સલેમાનભાઈ રાઉમા અને કાકા સસરા અબ્દુલભાઈ રાઉમા રહે. બધા જ એસ્ટ્રોન ચોક સરદાર નગર શેરી નં-૧૦ રાજકોટ વાળાની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ સહિતના પાંચેય તેને બાળક થતું ન હોય તે બાબતે તેમજ ઘરકામ બાબતે અવારનવાર બોલાચાલી કરતાં હતા અને મેણાં ટોણાં મારતા હતા તેમજ ગાળો આપી ઢીકાપાટુંનો માર મારતા હતા જેથી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય હાલમાં પરિણીતાએ તેના પતિ સહિત પાંચની સામે ફરિયાદ નોંધાવતા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે