ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
મોરબીના નાની વાવડી ગામે મકાનમાંથી દારૂની નાની-મોટી ૨૧૯ બોટલ સાથે એક પકડાયો
SHARE
મોરબીના નાની વાવડી ગામે મકાનમાંથી દારૂની નાની-મોટી ૨૧૯ બોટલ સાથે એક પકડાયો
મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી વિદેશીદારૂની નાની મોટી ૨૧૯ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૬૧,૫૪૦ ના મુદામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી એલ.સી.બી.ના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે નાની વાવડી ગામમાં ઝાપા પાસે લુહારશેરીમાં રહેતા કુમારસિંહ ઉર્ફે કાનભા મેનુભા ઝાલા જાતે દરબારના રહેણાંક મકાન દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી વિદેશીદારૂની નાની મોટી ૨૧૯ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૬૧,૫૪૦ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુદામાલ સાથે સોપી દેવામાં આવેલ છે