મોરબીના નાની વાવડી ગામે મકાનમાંથી દારૂની નાની-મોટી ૨૧૯ બોટલ સાથે એક પકડાયો
મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ માટે કોગ્રેસ ઘરણાનો આજે બીજો દિવસ
SHARE
મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ માટે કોગ્રેસ ઘરણાનો આજે બીજો દિવસ
ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારે મોરબી જિલ્લા સાથે હળ હળતો અન્યાય કરેલ છે ત્યારે મોરબી જીલ્લામાં રદ કરેલ સરકારી મેડિકલ કોલેજને પછી મોરબીમાં આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ગઇકાલથી ધરણાં શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની સામે સરકારના નિર્ણયના વિરોધમાં ઘરણા શરૂ કરવામાં આવેલ છે આજે બીજા દિવસે મોરબી શહેર વોર્ડ નંબર ૩ અને ૪ તેમજ મોરબી વકીલ મંડળના પૂર્વ પ્રમુખની આગેવાનીમાં વકીલોએ હાજર રહી ટૅકો જાહેર કર્યો હતો અને ટંકારા તાલુકાના બેતાલીસ ગામના આગેવાનો ઘરણા પ્રદર્શનમાં જોડાય હતા અને મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ આપવાની પ્રબળ માંગ કરી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઈ પનારા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેન અમુભાઈ હુંબલ, રાજેશભાઇ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ, ચેતનભાઈ એરવાડીયા, રમેશભાઈ રબારી, મુકેશભાઇ ગામી, કે.ડી.બાવરવા, અશ્વિનભાઈ વિડ્જા, મહેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ સરડવા સહિતના આગેવાનો છાવણીમાં હાજર રહ્યા હતા