મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિશ્વ વસ્તીદિને સ્પર્ધાનું આયોજન


SHARE





























મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિશ્વ વસ્તીદિને સ્પર્ધાનું આયોજન

આગામી તા.૧૧ જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિવસ અનુસંધાને વસ્તી વધારો દરેક સમસ્યાની જનની  છે. એ વિષય પર ઘરે બેઠાં વક્તુત્વ સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્રારા તા.૧૧-૭ વિશ્વ વસ્તી દિવસનાં અનુસંધાને વસ્તી વધારો દરેક સમસ્યા ની જનની છે તે વિષય ઉપર કેટેગરી મુજબ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા ઘરે બેઠાં વિડીયો બનાવી ભાગ લેવાંનો રહેશે.

તા.૧૧ જુલાઈનો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાય છે. આગામી ઈ.સ. ૨૦૨૫ સુધીમાં સમગ્ર વિશ્વની વસ્તી આઠ અબજના આંકને પાર કરી જવાની છે.તો એકલા ભારતની વસ્તી ઈ.સ.૨૦૨૫ સુધીમાં ૧.૭ અબજના આંકને આંબી જવાની છે ત્યારે સમગ્ર વિશ્વમાં આજે વસ્તી વિસ્ફોટ એક મુખ્ય સમસ્યા બની ગઈ છે ત્યારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી, હરિયાળી જેવા મુદ્દે વસ્તી વિસ્ફોટ આડઅસર કરે છે.ભારતમાં જાગૃતિ જરુરી છે. ભારતની વસ્તીનો વૃદ્ધિ દર ૧૭.૬૪ ટકાનો રહ્યો છે. ઈ.સ. ૨૦૦૧ થી ઈ.સ. ૨૦૧૧ સુધીમાં એક બ્રાઝિલ દેશ જેટલી વસ્તીનો ભારતમાં વધારો થયો ! આરોગ્યનો પ્રશ્ન વસ્તી વૃદ્ધિ દર સાથે સીધો સંકળાયેલો છે.વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા શું કરી શકાય ? ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવો હોય તો સૌ પ્રથમ તો ગ્રામ્ય કક્ષાએ ખાસ તો બહેનોમાં શિક્ષણનું પ્રમાણ વધારવું ઉપરાંત માથાદીઠ આવક વધારવી જેથી આવક વધારવા માટે દંપત્તિઓ વધુ બાળકોને પેદા ન કરે. આ ઉપરાંત શહેરીકરણ વધશે તો વૃદ્ધિ દર ઘટશે. લગ્ન વય પણ થોડી મોડી થશે તો બાળકોનું પ્રમાણ ઘટી શકે. બાળ મૃત્યુ દર પણ ઘટાડવો જરૂરી છે. આ વક્તુત્વ સ્પર્ધામાં  કેટેગરી  મુજબ વસ્તી વધારો દરેક સમસ્યા ની જનની છે વિષયનાં અનુસંધાને  વિડીયોગ્રાફી કરીને તા.૧૧ ના રાતના નવ વાગ્યા પહેલા મો.નં.98249 12230, 87801 27202, 97279 86386 માંથી કોઇ એક નંબર ઉપર વૉટસએપ નંબર ઉપર મોકલી આપવાના રહેશે તેમ સંચાલક એલ.એમ.ભટ્ટ તેમજ દિપેન ભટ્ટે યાદીમાં જણાવેલ છે.
















Latest News