મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સીંધાવદર ગામેથી યુવતી ગુમ, તપાસ ચાલુ 


SHARE





























મોરબીના સીંધાવદર ગામેથી યુવતી ગુમ, તપાસ ચાલુ 

મોરબીના વાંકાનેર તાલુકામાં આવતા સીંધાવદર ગામે પરિવાર સાથે રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હોવાથી હવે પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના સીંધાવદર ગામે રહેતા નાગજીભાઈ કાનજીભાઇ મકવાણા (ઉમર ૬૧) એ પોલીસને જાણ કરી જણાવ્યું હતું કે, તેમની દીકરી જાગૃતિબેન નાગજીભાઈ મકવાણા (ઉમર ૩૧) રહે. સીંધાવદર વાળી ગત તા.૧-૭ ના રોજ દશથી બાર વાગ્યાના અરસામાં તેમના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નિકળી ગયેલ હોય અને ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો પત્તો લાગ્યો ન હોય જેથી અંતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મૌમજીભાઇ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા જાગૃતીબેન પહેરેલ કપડે ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નીકળી ગયા છે અને આધારકાર્ડ સાથે લઈ ગયા હોય પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા કરણસિંહ પુનમસિંહ મેસાણીયા નામના ૧૮ વર્ષના યુવાનને બેલા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઈ જવાયો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ લાઇન્સનગર વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન શાહરૂખભાઈ કાસમાણી (૨૦) નામની મહિલાને સાસરિયામાં મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઈ જવામાં આવી હતી.

શોટ લાગતા સારવારમાં

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને શોટ લાગતા સારવારમાં ખસેડાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાતીપ્લોટ શેરી નંબર-૩ માં રહેતા ખુમાનસિંહ જોરૂભા જાડેજા નામના ૪૧ વર્ષીય યુવાનને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેમણે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના સબળસિંહ સોલંકીએ તપાસ હાથ ધરી છે.
















Latest News