મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના પાવડયારી પાસે બાઈકમાથી નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રકનું તોતિંગ વ્હીલ વળતા ઘટના સ્થળે જ મોત


SHARE

















મોરબીના પાવડયારી પાસે બાઈકમાથી નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રકનું તોતિંગ વ્હીલ વળતા ઘટના સ્થળે જ મોત

મોરબીના જેતપર રોડે પાવડિયારી નજીક રિક્ષા સાથે બાઇક અથાડ્યું હતું અને ત્યાર બાદ બાઈકમાથી નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર પાવડિયારી પાસેથી ડબલ સવારી બાઇક લઈને બે યુવાન જઈ રહ્યા હતા ત્યારે તેનું બાઇક રિક્ષા સાથે અથડાયું હતું જેથી કરીને બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલ યુવાન નીચે પટકાયો હતો ત્યારે સામેના ભાગેથી આવી રહેલ ટ્રક ટ્રેલરનું વ્હીલ તેના ઉપરથી ફરી વળ્યું હતું જેથી કરીને યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ બનાવની એ.એસ.આઈ. આર.બી. વ્યાસ તપાસ કરી રહ્યા છે તેની પાસેથી મળી રહેલી માહિતી મુજબ મૃતક યુવાનનું નામ ચિરાગ મનસુખભાઇ ચાવડા (ઉ.૨૧) છે અને તે મૂળ હળવદ તાલુકાનાં કીડી ગામના રહેવાસી છે જો કે, સોચ સિરામિક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો હતો તે તેના મિત્ર આશિષ શિવચરણ દ્વિવેદી (૨૬) રહે મૂળ યુપી અને હાલમાં સોચ સિરામિક વાળાની સાથે ડબલ સવાર બાઇકમાં મોરબી ગયો હતો અને તેનું કામ પૂરું કરીને પરત જઈ રહ્યો હતો. ત્યારે જેતપર રોડ ઉપર અકસ્માતમાં કાળનો ભેટો થઈ ગયો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની કવાયત શરૂ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News