મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ
ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’
SHARE
ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’
ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા હતું જે અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના દયાલમુનિને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતીમા વેદ-ગ્રંથોનો અનુવાદ ટંકારાના ડૉ. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલમુનિ) દ્વારા કરવામાં આવેલ છે જેના માટે સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ-૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે દયાલમુનિને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને આ સન્માન રાજભવન ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ હાજરીમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના હસ્તે આપવામાં આવ્યું હતું ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા સહિતના લોકો હાજર રહ્યા હતા