મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ


SHARE











મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ

હાલમાં કોરોનાને લઈને લોકોના મેળાવડા થાય તેવા કાર્યક્રમનો બંધ રાખવામાં આવી રહ્યા છે ત્યારે દરવર્ષે અષાઢી બીજના દિવસે મોરબીમાં રબારી- ભરવાડ સમાજના લોકો દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તે રથયાત્રા ગતવર્ષે બંધ રાખવામા આવી હતી તેવી જ રીતે ચાલુ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવેલ છે હાલમાં સરકારી ગાઇડ લાઇન મુજબ વધુ લોકો ભેગા થાય તેવા કાર્યકમ યોજવાના નથી જેથી મોરબી મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા મોકુફ રાખવામાં આવે છે માટે ગુજરાતભરમાંથી આવતા લોકોને મહંત ગાડુભગત બીજલભગત, મચ્છુ મિત્ર મંડળ અને મચ્છુ માતાજીની જગ્યાના સંચાલકો વતી સરકારી ગાઇડ લાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા કાઢવામાં આવે છે તે સિવાય બીજી કોઈ રથયાત્રા કાઢવામાં આવતી નથી જો કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રા કાઢવા તેમજ આ પર્વની ઉજવણી કરવા અંગે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા સમગ્ર મોરબી જિલ્લા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર સ્થાનિક વહીવટી તંત્રએ સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. અને રથયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ ૫ (પાંચ) વાહન સાથે નિકળશે અને અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રામાં ભાગ લઇ શકશે નહીં અને રથયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. અને કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે, મોરબીમાં અષાઢી બીજના દિવસે કોઈ રથયાત્રા નીકળશે નહીં




Latest News