મોરબીમાં પોલીસની બેધારીનીતિ !: અધિકારીઓની કામગીરી સામે લોકોના અણીયારા સવાલ
મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
SHARE









મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
મોરબીના લાયન્સનગરમાં રહેતા શખ્સનાં ઘરમાં ગાંજાનો જથ્થો હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામા આવતા ૫.૪૩૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની મળી આવતા ધરપકડ કરવામાં આવી હતી અને સુરતનો શખ્સ આ માલ આપી ગયો હોવાની માહિતી સામે આવી હતી. જેથી પકડાયેલા આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ હતો અને તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબીના એસઓજીની ટીમે સેંટમેરી ફાટક પાસે આવેલા લાયન્સનગરમાં ગાંજાની રેડ કરી હતી ત્યારે ઇકબાલભાઇ ફતેમહમદભાઇ મોવર જાતે મિંયાણા (૪૫) રહે.હાલ લાયન્સનગર શિવ આરાધના એપાર્ટમેન્ટની સામેની શેરી મોરબી મુળ રહે.અંજીયાસર તા.માળીયા (મિ) ના ઘરમાંથી પોલીસને ૫.૪૩૦ કિલો ગ્રામ ગાંજો કિંમત ૫૪,૩૦૦ તેમજ એક મોબાઇલ, રોકડા ૧૨,૫૦૦, એક ડીજીટલ વજન કાંટો આમ કુલ મળીને ૭૨,૪૦૦ નો મુદામાલ મળી આવેલ અને પકડાયેલ ઇકબાલ મોવરને સુરતના કતારગામનો ગુલાબભાઇ નામનો ઇસમ ગાંજો આપી ગયો હોવાની માહિતી સામે આવી હતી જેથી બંને ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. અને આ કેસની તપાસ મોરબી સીટી એ ડીવીઝન પીએસઆઈ એમ.પી.સોનારાને સોંપવામાં આવી હતી અને આરોપી ઈકબાલ મોવરને રિમાન્ડની માંગણી સાથે અગાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેના તા.૧૩-૫ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરવામાંઆવ્યો હતો અને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
