મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
ટંકારા નજીક રિક્ષાને આંતરીને લૂંટ !: ખોદયો પહાડ નીકળ્યો ઉંદર
SHARE









ટંકારા નજીક રિક્ષાને આંતરીને લૂંટ !: ખોદયો પહાડ નીકળ્યો ઉંદર
મોરબી રાજકોટ હાઇવે ઉપર રિક્ષા લઈને પસાર થઈ રહેલા રાજકોટના યુવાનને લૂંટી લેવામાં આવ્યો હોવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે તે દિશામાં તપાસ કરતાં લૂંટનું નાટક કર્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની જાહેરાત કરનારા શખ્સની સામે જ ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કાશીયાગાળા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે સોલ્વન્ટ ફાટક નજીક રહેતા દિનેશભાઇ સંગ્રામભાઈ જોગરાણા જાતે ભરવાડ રિક્ષા લઈને રાજકોટથી રોટાવેટર મશીનની ડીલેવરી આપવા માટે મોરબી જીલ્લામાં આવ્યા હતા અને ત્યાંથી માલની ડિલિવરી આપીને પરત જઇ રહ્યા હતા ત્યારે ત્રણ બાઇકમાં આવેલા અજાણ્યા શખસોએ તેની રિક્ષાને રોકાવીને રોકડા ૯૧૦૦૦ રૂપિયા તેમજ ચાંદીનું કડું અને એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે તેવી જાણ દિનેશભાઇએ તેના ભાઈ ભરતભાઈ અને શેઠ રાહુલભાઈને કરી હતી જેથી કરીને દિનેશભાઇના શેઠ રાહુલભાઈએ મોરબી જિલ્લા પોલીસના કંટ્રોલરૂમમાં લૂંટના બનાવની જાણ જાહેરાત કરી હતી અને મોરબી જિલ્લા પોલીસે લૂંટારાઓને પકડવા માટે નાકાબંધી પણ કરી હતી ત્યાર બાદ દિનેશભાઈ સંગ્રામભાઈ જોગરાણાને પોલીસ મથકે લાવીને તેની પોલીસ દ્વારા આગામી ઢબે પુછપરછ કરવામાં આવતા આ શખ્સે લૂંટનું નાટક કર્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસને ખોટી માહિતી આપી ગુમરાહ કરનારા દિનેશભાઈ સંગ્રામભાઈ જોગરાણાની સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
