વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની બેધારીનીતિ !: અધિકારીઓની કામગીરી સામે લોકોના અણીયારા સવાલ


SHARE

















મોરબીમાં પોલીસની બેધારીનીતિ !: અધિકારીઓની કામગીરી સામે લોકોના અણીયારા સવાલ

સામાન્ય રીતે સમાજ માટે કલંકરૂપ કહી શકાય તેવી ઘટનામાં આરોપીઓને જાહેર કરવા જરૂરી હોય છે જેથી કરીને બીજા લોકો આવી કોઈ ઘટનાને અંજામ આપતા પહેલા ૧૦૦ વખત વિચાર કરે. પરંતુ મોરબીમાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા દારૂ કે જુગારના કેસમાં કોઈ પકડાય કે પછી પાંચ કે દસ વર્ષ જૂના ગુનામાં કોઈ આરોપી પકડાયા હોય તે તેના ફોટો તાત્કાલિક આપવામાં આપવામાં આવે છે અને વિડીયો પણ આપવામાં આવે છે જો કે, તાજેતરમાં મોરબી જીલ્લામાં શરમજનક કહી શકાય તેવી ઘટના સામે આવી હતી અને તેના આરોપીઓને પકડી પણ લેવામાં આવેલ છે જો કે, તેના ફોટો કે વિડીયો પોલીસ દ્વારા કેમ આપવામાં આવેલ નથી તે મોરબીમાં ચર્ચાનો વિષય બનેલ છે

તાજેતરમાં મોરબીમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં યુવક યુવતીઓ સહિતના માટે લાલબતી સમાન કિસ્સાઓ મોરબીમાં સામે આવ્યો હતો અને ઇન્સટાગ્રામમાં ફેક આઈડી બનાવીને પોશ વિસ્તારમાં રહેતી સગીરાનો ઇન્સટાગ્રામના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આટલું જ નહિ પરંતુ નરાધમોએ તેના આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી લીધા હતા અને તેના આધારે સગીરાને બ્લેકમેલ કરવામાં આવતી હતી

તેમજ સગીરાને પ્રેમજાળમાં ફસાવનારા આરોપીએ તેના મિત્રો સાથે પણ સગીરને મીત્રતા રાખવા માટે મજબૂર કરી હતી અને ફોટો તેમજ વિડીયોના આધારે સગીરા પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા જેથી કરીને સગીરાનું શારીરિક શોષણ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી જેની ત્રણ શખ્સોની સામે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે પોક્સો, દુષ્કર્મ અને આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીઓની ધરપકડ કરેલ છે જો કે, સગીરાની જિંદગીને બરબાદ કરી નાખનારા નરાધમોના ફોટો કે વિડીયો પોલીસ દ્વારા કેમ આપવામાં આવ્યા નથી તે સૌથી મોટો સવાલ છે

શું આવા નરાધામો સમાજમાં ખુલ્લા પડે તે જરૂરી નથી ?, જો દારૂ અને જુગારના ગુનામાં પોલીસ માંગ્યા વગર આરોપીના ફોટો આપતી હોય તો પછી આવા કલંકરૂપ નરાધમોને કેમ છાવરવામાં આવ્યા ? આટલું જ નહીં આરોપીના ફોટો અને વિડીયો માટે પત્રકારોએ પોલીસ અધિકારી સાથે વાત પણ કરી હતી તો પણ સગીરાની સાથે દુષ્કર્મ આચારનાર અને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવનારા શખસોના ફોટો કે વિડીયો પોલીસ દ્વારા આપવામાં આવેલ નથી ? જેથી કરીને પોલીસની કામગીરી સામે જ સવાલો ઉઠી રહ્યા છે અને આવા ગંભીર ગુનાને હાલમાં પકડાયેલા આરોપીઓને બીજી વખત અંજામ આપે અથવા તો આવી માનસિકતા ધરાવતા શખ્સો નવી કોઈ ઘટનાને અંજામ આપે તેના માટે યેનકેન પ્રકારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેવું લોકોને લાગી રહ્યું છે જો કે, જાહેરમાં ખાનગી એવી આ ઘટના અંગે પકડાયેલા આરોપીઓને કેમ સમાજ સમક્ષ ખુલ્લા પાડવામાં ન આવ્યા તે પણ ઉચ્ચ કક્ષાએથી તપાસનો વિષય છે




Latest News