સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા


SHARE

















મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોકડીયા હનુમાન મંદિરની પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા વાહન અકસ્માતમાં છ લોકોને ઇજાઓ થતાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસે થયેલા અકસ્માતના બનાવમાં ગેગુભાઈ માંગુભાઈ પરમાર (૪૦), દેરકીબેન કૈલાશભાઈ (૧૦), કાળુભાઈ ભુરાભાઈ ડાંગી (૬૦), શારદાબેન કૈલાશભાઈ સામરીયા (૩૫) અને ભજીબેન કાળુભાઈ ડાંગી (૪૦) રહે.બધા ખાખરાળાને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ ચાર ગોદમ પાસે રહેતા બાલાભાઈ નારણભાઈ ગઢવી નામનો ૪૮ વર્ષીય યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે ટ્રેક્ટરની સાથે અકસ્માત થતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ સાંભરની વાડી વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ભરતભાઈ ગણેશભાઈ કંજારીયા નામના ૪૫ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.તેમજ મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતા કરણ દિલીપભાઈ પિઠડીયા નામના ૨૪ વર્ષીય યુવાને શહેરના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને મોરબી વીસીપરામાં રહેતા શબ્બીર દાઉદભાઇ સુમાણીયા નામના ૩૬ વર્ષીય યુવાનને મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ બગીચા નજીક મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી વીસીપરામાં રહેતા વાલાભાઇ નારણભાઇ ગઢવી નામના ૪૮ વર્ષીય યુવાનને ટંકારા ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા શરદભાઇ જીવરાજભાઈ વડગાસીયા નામના ૫૨ વર્ષીય આધેડે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે સમર્પણ હોસ્પિટલ ખસેડાયા હતા અને બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.




Latest News