મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા
ટંકારાના નાના ખીજડીયા ગામે યુવાનની સગાઈ કે લગ્ન ન થતાં કર્યો ઝેર પીને આપઘાત
SHARE









ટંકારાના નાના ખીજડીયા ગામે યુવાનની સગાઈ કે લગ્ન ન થતાં કર્યો ઝેર પીને આપઘાત
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાનની ઉંમર વધતી જતી હતી અને તેના સગાઈ કે લગ્ન ન થતા હોય કંટાળી જઈને ઝેરી દવા પી લીધી હતી જેથી સારવાર માટે તેને ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા દિપકભાઇ રમેશભાઈ રાણાવા (૨૫) ની પાસે ગઈકાલે પોતાની જાતે જ ઝેરી દવા પી લીધી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા આ યુવાનનું મોત નિપજયું હતું અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની ઉંમર વધતી જતી હોય અને સગાઈ કે લગ્ન ન થતા હોવાથી કંટાળી જઈને તેણે જાતે ઝેરી દવા પી લીધી હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે
સારવારમાં મોત
વાંકાનેર તાલુકાના ગારિયા ગામે રહેતા રમેશભાઇ ખાખીરામભાઈ ગોંડલીયા થોડા સમય પહેલા સાઈકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે સાયકલ પરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને ગંભીર ઈજા થઈ હોવાના કારણે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડયા હતા અને બાદમાં વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા રમેશભાઇ ગોંડલીયાનું મૃત્યુ નીપજયું હતું જેથી અકસ્માતનાં બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
