મોરબીમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે જ્ઞાન, દાન અને સન્માનના ત્રિવેણી સંગમનું આયોજન
મોરબી જીલ્લામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વ તૈયારીનો ધમધમાટ
SHARE









મોરબી જીલ્લામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વ તૈયારીનો ધમધમાટ
માતૃશ્રી રામબાઇમાની જગ્યા વવાણીયા મધ્યે આગામી તા. ૧૭ મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવી રહ્યા હોઇ તેમના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર પરાગ જે. ભગદેવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભા ખંડમાં ગત શુક્રવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા, હેલીપેડ, સ્ટેજ, ગ્રીનરૂમ, બેઠક વ્યવસ્થા ટ્રાફીક પાર્કિગ, વિજપુરવઠો, કાર્યક્રમના સ્થળે એમ્બ્યુલન્સ, મેડીકલટીમ સહિત વિવિધ વિભાગોની કામગીરી અંગે અધિકારીશ્રીઓને સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, અગ્રણી બાબુભાઇ હુંબલ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
