મોરબી-માળીયા વિસ્તારના પાણીના ગેરકાયદેસર કનેક્શન નહીં ચલાવી લેવાયઃ બ્રિજેશભાઇ મેરજા
મોરબીમાં લાલપર નજીક કાનમાં ઈયરફોન લગાવી રેલ્વે ટ્રેક પર સંગીત સાંભળતા યુવાનનું ટ્રેન હડફેટે મોત
SHARE









મોરબીમાં લાલપર નજીક કાનમાં ઈયરફોન લગાવી રેલ્વે ટ્રેક પર સંગીત સાંભળતા યુવાનનું ટ્રેન હડફેટે મોત
મોરબીના લાલપર ગામે આવેલ સિરામિક યુનિટમાં રહેતો અને ત્યાં જ મજૂરી કામ કરતો મૂળ ઓરિસ્સાના યુવાનનું ટ્રેન હડફેટે મોત નીપજ્યું હતું અને પોલીસે તપાસ કરતાં ખુલ્યુ હતું કે મૃતક યુવાન બંને કાનમાં ઈયરફોન લગાવીને રેલ્વે ટ્રેક પાસે સંગીત સાંભળતો હતો અને એ દરમિયાનમાં તે ટ્રેનની ઝપટે ચઢી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
અત્રે નોંધનીય છે કે વાહન ચલાવતા સમયે તેમજ આ રીતે રેલ્વે ટ્રેક ઉપર ચાલતા સમયે બંને કાનમાં એકી સાથે ઈયરફોન લગાવીને જે લોકો બેદરકારી દાખવે છે તેનો અકસ્માતનો ભોગ બનતા હોય છે.આવા જ બનાવો ઘણી વખત વાહન ચલાવતા સમયે પણ બંને કાનમાં ઈયરફોન લગાવીને લોકો સંગીત સાંભળતા હોય છે ત્યારે વાહન અકસ્માતો સર્જાતા હોય છે.કારણ કે પાછળથી આવતા વાહનનો અવાજ તેઓ સાંભળી શકતા નથી અને તેને લઈને જ આવા ગોઝારા બનાવો બનતા હોય છે.
મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લાલપર પાસે આવેલ પ્લેટીના સીરામીકમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં અને મુળ ઓરિસ્સાનો નેપાલભાઈ કોઇલાભાઈ કિશકુ જાતે આદિવાસી નામનો ૧૯ વર્ષીય યુવાન ગઇકાલે રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં લાલપર ગામે આવેલ પ્લેટીના સિરામીકની સામે આવેલ રેલ્વે ટ્રેક પાસે બંને કાનમાં ઈયરફોન લગાવીને સંગીત સાંભળતો રેલ્વે ટ્રેક પાસે બેઠો હતો ત્યારે ત્યાંથી પસાર થતી ટ્રેનની ઝપટે ચઢી જતા ગંભીર ઇજાઓ થવાથી નેપાલભાઈ કોઇલાભાઈ કિસકુ નામના ૧૯ વર્ષીય આદિવાસી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
ટ્રકમાં આગથી નુકસાની
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વિપુલભાઈ ડાયાભાઈ ભરગા આહીર (૨૧) રહે.લોઢવા સુત્રાપાડા ગીર સોમનાથ વાળાએ જાણ કરી હતી કે લુંટાવદર ગામની સીમમાં નવલખી હાઇવે ઉપર મેટ્રો કારખાનાની સામે તેઓના ટાટા કંપનીના ટ્રક નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૯૪૦૨ માં ડ્રાઇવર અને કલીનર નવલખી પોર્ટએથી કોલસો ભરીને આવી રહ્યા હતા ત્યારે લુંટાવદર પાસે ઉપરોક્ત જગ્યાએ ટ્રકના આગળના ભાગે આગ લાગી જવાથી ટ્રકના મોરાનો ભાગ તેમજ મશીનનો ભાગ આગમાં બળીને ખાખ થઇ જતાં નુકસાની થવા પામી હતી.જે અંગે તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
