"તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" કહીને માલણીયાદમાં વૃધ્ધને માથામાં ધાર્યું ઝીકયું
મોરબીના કુલીનગરમાં મકાનમાથી ૪૨૦ બીયર સાથે બે શખ્સ પકડાયા
SHARE
મોરબીના કુલીનગરમાં મકાનમાથી ૪૨૦ બીયર સાથે બે શખ્સ પકડાયા
મોરબીના વિસીપરાના વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેણાંક મકાનની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને ૪૨૦ બીયરના ટીન મળી આવ્યા હતા માટે ૪૨ હજારના મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને પોલીસ દ્વારા હાલમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વિસીપરા વિસ્તારની અંદર રહેણાક મકાનમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જાવિદ ઉર્ફે જાવેદ રફીકભાઈ ગાજી જાતે મેમણ (ઉંમર વર્ષ ૨૨) ના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી બિયરના ૪૨૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૨ હજાર રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને જાવેદ તેમજ તેની સાથે મહંમદ રફીકભાઈ કચ્છી જાતે મેમણ (૩૧) રહે. વીસીપરા ફુલછાબ કોલોની વાળાની ધરપકડ કરી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”