મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે આરોપીઓની ધરપકડ કરીને બે સગીરના અપહરણનો ભેદ ઉકેલ્યો
મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર
SHARE
મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર
મો૨બી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓના જામીન માટે અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપી સુનિલ અમરશીભાઈ વરાણીયા, નવઘણ અમરશીભાઈ વરાણીયા અને ભવનભાઈ મંગાભાઈ વેસરા જાતે ભરવાડ રહે, બધા જ લક્ષ્મીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી વાળાના વકીલ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે
થોડા સેમી પહેલા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હીરાલાલ ગણેશભાઈ નેસડીયાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી જેમાં ફરીયાદીની માલીકીની લક્ષ્મીનગર કો.ઓ.હા. સોસાયટી પ્લોટ નં. ૧ ઉપરના બ્લોક નં. ૨૧ વાળા પ્લોટ ઉપર આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી હોવાનું લખાવ્યું હતું જેથી કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આ૨. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી તદન નદોષ છે ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે અને આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી અને કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી જેથી આરોપી પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી. સોલંકી રોકાયેલા હતા .