મોરબીમાં યુવાને જન્મદિને વિવાન વાઢેરની સારવાર માટે આપ્યા ૫૧૦૦ રૂપિયા
વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ
SHARE
વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં આવતીકાલે અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે વાંકાનેરમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરના સિટી પીઆર એચ.એન,રાઠોડ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને ત્યારે પોલીસે વડાએ જરૂરી સૂચનો કર્યા હતા
આવતીકાલે યોજાનાર અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે આ સાલ કોરોના અનુલક્ષીને વહીવટ તંત્ર, પોલીસ તંત્ર વધુ સજ્જ બન્યુ છે, વાંકાનેરમાં નિકળનાર અષાઢી બીજ રથ યાત્રામાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈનનાં ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગ સજ્જ બન્યુ છે, રથ યાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, રથ યાત્રામાં પણ સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં લોકો જોડાશે અને કોરોના નેગેટીવ રિપોર્ટ ધરાવનાર જ જોડાઈ શકશે, ત્યારે કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષી આ સાલ પોલીસ અને પ્રશાસન દ્વારા ચુસ્ત અમલવારી માટે કમર કસવામાં આવી રહી છે.