મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામ પાસેથી ૨૫૦૦ લીટર બાયોડીઝલ ભરેલ ગેરકાયેદ હરતો ફરતો પંપ ઝડપાયોઃ ૩.૫૮નો મુદામાલ જપ્ત


SHARE

















મોરબીના બહાદુરગઢ ગામ પાસેથી ૨૫૦૦ લીટર બાયોડીઝલ ભરેલ ગેરકાયેદ હરતો ફરતો પંપ ઝડપાયોઃ ૩.૫૮નો મુદામાલ જપ્ત

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે એલસીબની ટીમે રેડ કરી હતી ત્યારે ટાટા -૪૦૭ ગાડીમાં લોખંડના ટાંકામાંથી બાયો ડીઝલનો જથ્થો ૨૫૦૦ લીટર જથ્થો કબજે કરીને પોલીસે ૧,૭૫,૦૦૦ નું બાયોડીઝલ તેમજ ગાડી, ટાંકો, ફયુલપંપ રોડક રકમ અને ફોન મળી કુલ ૩,૫૮,૨૧૦ નો મુદામાલ કબજે કરેલ છે 

મોરબી એલ.સી.બી.ના પેટ્રોલીંગમાં હતા ત્યારે બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે રેઇડ કરી હતી ત્યારે ટાટા -૪૦૭ ગાડી નંબર જીજે ૨ વી ૯૨૭૩ વાળીના ઠાઠામાં લોખંડનો ટાંકો ફીટ કરી તેની સાથે ફયુલપંપ નળીઓ લગાવી બાયો ડીઝલનું વેચાણ કરતા હોય જે રેઇડ દરમ્યાન ટાટ -૪૦૭ તથા સફેદ પ્રવાહી બાયો ડીઝલ આશરે ૨૫૦૦ લીટર ૧,૭૫,૦૦૦ નો જથ્થો તથા ટાંકો, ફયુલપંપ ગાડી, મોબાઇલફોન નંગ -૦૧ તથા બાયો ડિઝલ વેચાણના રોકડા ૩૦૦૦ મળી કુલ ૩,૫૮,૨૧૦ નો મુદામાલ મળી આવતા સીઆર પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપેલ છે આમ મોરબી એલ.સી.બી.ને ચોરી છુપી વાહનમાં ટાંકો તથા ફયુલપંપ ફીટ કરી અલગ અલગ જગ્યાએ જુદા જુદા વાહનોમાં બાયોડીઝલ ભરી તેનું વેચાણ કરતા વાહન બાયો ડીઝલનો જથ્થો પકડી પડવામાં સફળતા મળેલ છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા તથા દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશ કાસુન્દ્રા, સતીષભાઇ કાંજીયા વિગરેએ કરી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News