મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE

















વાંકાનેરના વઘાસીયા પાસેથી લીલાઘાસની આડમાં દારૂની હેરાફેરી: ૮૭૬ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસેથી અશોક લેલન નાની માલ વાહક ગાડી લીલું ઘાસ લઈને જતી હતી જેને રોકીને તલાશી લેવામાં આવી હતી ત્યારે લીલા ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને વાહનમાથી દારૂની નાની મોટી ૮૭૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ,૩૮,૦૦૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૨,૪૩,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે

 મોરબી એલ.સી.બી.ની ટીમના જયેશભાઇ વાઘેલા તથા વિક્રમભાઇ કુગશીયાને ખાનગી બાતમી મળી હતી કેચોટીલા તરફથી એક નંબર વગરની અશોક લેલન નાની માલ વાહક ગાડીમાં લીલા ઘાસની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો મોરબી તરફ આવવાનો છે જેથી કરીને એલસીબીની ટીમ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે વોચમાં હતી અને બાતમી વાળું વાહન નીકળતા રેઇડ કરતા અશોક લેલન દોસ્ત મોડલની નાની માલ વાહક ગાડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ ૮૭૬ બોટલો મળી આવી હતી જેથી ,૩૮,૦૦૦ નો દારૂ અને  મોબાઇલ તેમજ વાહન મળીને કુલ ૨,૪૩,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને દારૂના જથ્થા સાથે પોલીસે હાલમાં ઇમરાન ભાઇજાન રજાકભાઇ મેમણ (ઉ.૩૨) રહે. ચોટીલાઘાંચીવાડ શેરી નં-૫ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા, દિલીપભાઇ ચૌધરીવિક્રમસિંહ બોરાણાજયેશભાઇ વાઘેલા, વિક્રમભાઇ કુગશીયાનિર્મળસિંહ જાડેજાબ્રિજેશ કાસુન્દ્રા વિગેરેએ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News