ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશને આપવી પડશે


SHARE

















મોરબીમાં પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશને આપવી પડશે

મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારોમકાન બાંધકામમાંફાઉન્ડ્રી ઉદ્યોગમાંહીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે તેવું મોરબીના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.ઝાલા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારોમકાન બાંધકામ બિલ્ડર્સફાઉન્ડ્રી ઉદ્યોગહીરા ઉદ્યોગખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓકારીગરોમજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમીહંગામીરોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયાકર્મચારીઓને કારીગરો/મજૂરોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે.

પેઢીના માલીક/ખેડુતનું નામ સરનામું મોબાઈલ નંબરધંધાનું સ્થળકામ રાખેલ કર્મચારીકારીગર/મજૂર/ભાગીયાનું હાલનું પુરુનામસરનામુઓળખ ચિન્હમોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નંનોકરીએ રાખ્યાની તારીખઅગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં.કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનીક રહીશનું પૂરું નામસરનામુંસગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા ફોટો તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં રજીસ્ટર કે સીડી બનાવીને આપવાની રહેશે.

આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ તથા સરનામુંજે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું સરનામુંમકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના નામસરનામાઓળખકાર્ડ સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે. આ ઉપરાંત પર પ્રાંતિય મજૂરો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક ઓપન કરી કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ અન્ય જગ્યાએ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશેલીંક એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૨૮/૦૭/૨૦૨૨ સુધી કરવાનો રહેશે.




Latest News