માળીયા (મી)ના હરીપર પાસેથી ૩૮૪ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઇ: આરોપી ફરાર
ટંકારા નજીક મિતાણા પાસે થયેલ જીવલેણ અકસ્માતમાં મૃતક સામે ગુનો નોંધાયો
SHARE









ટંકારા નજીક મિતાણા પાસે થયેલ જીવલેણ અકસ્માતમાં મૃતક સામે ગુનો નોંધાયો
મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મિતાણા વચ્ચે પાણીના ટેન્કર સાથે રિક્ષા અથડાતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે આ બનાવમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર ભાંગલની વાડીમાં રહેતા દેવરાજભાઈ ખેતાભાઇ પરમાર (૫૫) રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને પોતાની રિક્ષા જીજે ૩૬ યુ ૬૨૧૮ લઈને તેઓ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મીતાણા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હોવાથી દેવરાજભાઈ ખેતાભાઇ પરમારનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે હાલમાં મૃતકના દીકરા દયારામ દેવરાજભાઈ પરમાર (૨૨) ની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને મૃતકના દીકરાના જણાવ્યા પ્રમાણે તેના પિતા રિક્ષા લઈને જતાં હતા ત્યારે મોરબી રાજકોટ વચ્ચે ડિવાઈડરમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તેને પાણી પાવા માટે જે ટ્રેક્ટર નંબર જીજે ૩ એલજી ૬૯૯૦ માં ટેન્કર લગાવીને પાણી નાખતા હતા તેની સાથે રિક્ષા અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના પિતાનું મોત નીપજયું છે
