માળીયા (મી)ના હરીપર પાસેથી ૩૮૪ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઇ: આરોપી ફરાર
SHARE









માળીયા (મી)ના હરીપર પાસેથી ૩૮૪ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઇ: આરોપી ફરાર
માળીયા તાલુકાના હરીપર ગામના પાટિયા પાસેથી કચ્છ બાજુ થી મોરબી તરફ આવતી મહિન્દ્રા કંપની કાર આવતી હતી તેને રોકવા માટેનો પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલકે કારણે મારી મૂકી હતી અને પછી કારને છોડીને નાસી ગયો હતો જે કારને ચેક કરવામાં આવતા તેમાથી ૩૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કાર અને દારૂ મળીને ૫.૪૪ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને કાર છોડીને નાસી ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે એવા મોરબી માળીયા તાલુકાના હરીપર ગામના પાટિયા પાસેથી મહિન્દ્રા કંપનીની કાર નંબર જીજે ૨૧ સીએ ૬૪૫૮ કચ્છ બાજુ થી મોરબી તરફ આવી રહી હતી અને શંકાસ્પદ હાલતમાં પસાર થતી આ કારને રોકવા માટેના પોલીસે પ્રયત્ન કર્યો હતો જોકે કાર ચાલકે પોતાની કારને મારી મૂકી હતી અને ત્યારબાદ આ કારને આગળ જઈને છોડીને કારચાલક નાસી છુટ્યો હતો જેથી પોલીસ દ્વારા કારને ચેક કરવામાં આવતા કારમાંથી ૩૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧.૪૪ લાખનો દારૂ અને ચાર લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને કારને છોડીને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
