ટંકારા નજીક મિતાણા પાસે થયેલ જીવલેણ અકસ્માતમાં મૃતક સામે ગુનો નોંધાયો
મોરબીના ટીંબડી નજીક મહિલાના માથા ઉપર ડમ્પર ફરી વળતા મોત નીપજયું: બે ડમ્પર ચાલક સામે ફરિયાદ
SHARE









મોરબીના ટીંબડી નજીક મહિલાના માથા ઉપર ડમ્પર ફરી વળતા મોત નીપજયું: બે ડમ્પર ચાલક સામે ફરિયાદ
મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામનાં પાટિયાથી આગળ ઓએસીસ કારખાનાં સામે રોડ ઉપર બાઇક ઉપર યુવાન તેની માતાને બેસાડીને જતો હતો ત્યારે તેને અજાણ્યા ટ્રક ડમ્પર ચાલકે હડફેટે લેતા તે બંને નીચે પડી ગયા હતા અને ત્યારે પાછળ આવી રહેલ બીજું ડમ્પર યુવાનની માતાના માથા ઉપર ફરી વાળ્યું હતું જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતકના દીકરાએ બે અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથધારી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓમપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ વાઘેલા (૩૨)એ અજાણ્યા બે ટ્રક ડમ્પર વાહનોનાં ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામનાં પાટિયાથી આગળ ઓએસીસ કારખાનાં સામે રોડ ઉપર અજાણ્યા બે ટ્રક ડમ્પર વાહનોના ચાલકે પોતાના હવાલા વાળા વાહન બેફીકરાયથી ચલાવીને નીકળ્યા હતા અને ત્યારે ફરિયાદી તેના બાઇક નંબર જીજે ૧ જેએસ ૭૩૦૯ ઉપર પોતાના માતા અમીતાબેન (૫૫) ને પાછળ બેસાડી જતા હતા ત્યારે આગળ જતા ટ્રક ડમ્પરે બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને ફરિયાદી તેમજ તેના માતા નીચે પડી ગયા હતા અને પાછળ આવી રહેલ બીજા ડમ્પરનાં વ્હીલમાં ફરીયાદીના માતાનું માથું આવી જતા તેને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત નીપજયુ હતું તેમજ ફરીયાદીને જમણા ખભા, ગરદન તેમજ જમણા પગના ગોઠણમાં ઇજા થયેલ છે અને આરોપીઓ તેના વાહન લઈને નાશી ગયેલ છે
