હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરાયા
SHARE









હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરાયા
હળવદમા છેલ્લા ૬ વર્ષથી ચાલતી સામાજિક સંસ્થાઓમાં અગ્રેસર સંસ્થા એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ-હળવદ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૦ હજાર જેટલા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. બે દિવસનો આ કાર્યક્રમ માત્ર બે કલાકમાં પૂર્ણ થયો હતો.લોકોની ભારે ભીડને કારણે બે દિવસ માટે જે વેચાણ થવાનું હતું તે બે કલાકમાં જ પૂરું થઇ ગયું હતુ.હજુ પણ આગામી સમયમાં વધુ ૧૦ હજાર ચોપડાઓનું વિતરણ કરવાનું ગ્રુપના સભ્યો નક્કી કરી રહ્યા છે. તેવું ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું.હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થાઓ પૈકી એક અગ્રેસર સંસ્થા કે જે હળવદમાં સમાજને ઉપયોગી બની રહી છે.જેનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને જે મોંઘાદાટ શૈક્ષણિક ચોપડા લેવા પડતા હોય તેવા પરીવારોને રાહત દરે ચોપડા મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે.દાતાઓના સહયોગથી જાહેરાત લઈ ચોપડા વિતરણ કરવામાં આવે છે. તેમજ જે જાહેરાતની રકમ એકઠી થાય છે જેમાંથી દર વર્ષે ૧૦૦૦ થી વધુ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે.આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા.
