હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરાયા
મોરબીના રફાળેશ્વરમાં થયેલ માથાકૂટમાં પોલીસે બંને પક્ષેથી કુલ મળીને પાંચ આરોપીઓની કરી ધરપકડ
SHARE









મોરબીના રફાળેશ્વરમાં થયેલ માથાકૂટમાં પોલીસે બંને પક્ષેથી કુલ મળીને પાંચ આરોપીઓની કરી ધરપકડ
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે કારખાનેદારની કાર સહતે કાર અથડાવીને માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ કારમાંથી કારખાનામાં હિસાબના ૨.૯૬ લાખનું લૂંટ કરવામાં આવી છે જે બનાવમાં સામસામી ફરિયાદો નોંધાઈ હતી જેમાં એક બાજુથી લૂંટની ફરિયાદ કરવામાં આવી હતી તો સામાપક્ષેથી એટ્રોસીટી, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બંને પક્ષના કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને સિરામિકનું કારખાનું ધરાવતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (ઉંમર ૩૪)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુલતાનભાઈ, અજયભાઈ, ગૌતમ ભાઈ મકવાણા અને અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની કાર નંબર જીજે ૨૩ બીએલ ૮૧૭૧ લઈને પોતાના કારખાનેથી કારખાના હિસાબના ૨.૯૫ લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ શાળા નજીક સામેથી આવી રહેલા એસક્રોસ કાર નંબર જીજે ૩૬ એફ ૦૫૨૭ લઈને આવેલા શખ્સે પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી અને ત્યારબાદ પથ્થરના છુટ્ટા ઘા કાર ઉપર કરીને કરીને કાચમાં નુકશાની કરી હતી અને ફરિયાદી રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (૩૪), કિરીટભાઈ કરમશીભાઈ દેત્રોજા (૬૩), પ્રતિકભાઈ ભગવાનભાઇ વરમોરા (૨૫) અને પાર્થ કિરીટભાઇ દેત્રોજા (૨૫)ને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને કારખાનેદારની ફરિયાદ લઈને પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણા, પારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા અને અજયભાઈ જગદીશભાઇ ચરોલાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા તજવીજ ચાલી રહી છે
જયારે લીલાપર ગામ પ્રકાશ નગર સોસાયટીમાં રહેતા સામાજીક આગેવાન ગૌતમભાઈ જેન્તીભાઈ મકવાણા (ઉંમર ૩૩)એ હાલમાં સ્કોડા કારના ચાલક, દીપભા ગઢવી અને ખીમભા ગઢવીની સામે ફરિયાદ નોંધાવી હતી કે કારના ચાલકે પોતાની ગાડી રોંગ સાઇડમાં ચલાવીને ફરિયાદીની ગાડી સાથે તેની ગાડી અથડાવી હતી અને ત્યારબાદ ગાડીમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિઓએ તેના મિત્ર પારસ ઉર્ફે સુલતાન સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહી બોલાચાલી કરી ઝાપટો મારી હતી ખીમભા ગઢવી સહિતનાએ ધોકા, તલવાર અને ધારીયા સાથે આવીને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અજયભાઈને ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ગૌતમ મકવાણાની ફરિયાદ આધારે એટ્રોસીટી અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આ ગુનામાં ખીમભા પંચાલભા ગઢવી અને સાગરભા ખીમભા ગઢવીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે
