મોરબી જીલ્લામા ભારતીય કિસાન સંઘની બેઠક મળી
SHARE









મોરબી જીલ્લામા ભારતીય કિસાન સંઘની બેઠક મળી
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વારવાર લેખીત અને મૌખીક મીટર આધારીત સિંચાઇ કરતા ખેડૂતોને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવે છે હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને ખેડૂત પ્રિતિનિધિ તરીકે આગેવાનોની પણ ધીરજ ખૂટી છે અને આગામી દિવસમાં આંદોલન કરવામાં આવે તેવી શ્કાયતા છે ત્યારે તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો વીજ તંત્ર દ્વારા નિવારણ નહિ કરવામાં આવે તો ના છૂટકે અહિંસાત્મક આંદોલન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જીલ્લામા ભારતીય કિસાન સંઘની બેઠક મળેલ હતી જેમા ૧૫ જૂન ના રોજ તાલુકા મથકે તબકકાવાર કાર્યક્રમોની શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં ધરણા કાર્યક્રમ નક્કી કરેલ છે તેવું સંસ્થાના જીલ્લા પ્રમુખ જીલેશભાઈ બી. કાલરીયા અને બાબુલાલ બી.સિણોજીયાએ જણાવ્યુ છે
