વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ કરશે


SHARE

















મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુકનું વિતરણ કરશે

મોરબીમાં લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે અને આગામી તા.૨૦ થી ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે

મોરબી ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬ સોમવાર થી દરરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે થી કરવા મા આવશે. પ્રવર્તમાન વર્ષે લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક પરિવાર, સ્વ.પૂનમચંદભાઈ લીલાધર ભાઈ કોટક પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કન્સટ્રક્શન) પરિવાર, પ્રતાપભાઈ વાલજીભાઈ ચગ પરિવાર, સ્વ.મનુભાઈ લીલાધરભાઈ ઠક્કર (ભાણાભાઈ દલાલ) પરિવાર, જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી (આમરણવાળા) પરિવારના સહયોગ થી અર્પણ કરવામા આવશે. જેમા વિદ્યાર્થી ની માર્કશીટ ની ઝેરોક્ષ સાથે રાખવા ની રહેશે તેમ સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.નોટબુક વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, નિકુંજભાઈ કોટક, અજયભાઈ કોટક, ચુનીભાઈ કોટક, હીરાલાલ કોટક, ઓજસભાઈ રવેશિયા, વિજયભાઈ અનડકટ સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News