વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિનો  કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો


SHARE

















મોરબીમાં સતવારા જ્ઞાતિનો  કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું  ? તે અંગે માર્ગદર્શન આપવા મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાના પ્રમુખ સ્થાને સેમિનાર યોજાયો હતો.

ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ ૧૦-૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું ? તે અંગે મૂંઝવણો અનુભવતા હોય છે તો તે અંગે માહિતી અને માર્ગદર્શન  માટેના આ કાર્યક્રમમાં સીવણ ક્લાસની બેહેનોની પ્રાર્થના બાદ સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સર્વે મહેમાનોનું શબ્દોથી સ્વાગત દેવેશભાઈ કંઝારિયાએ કર્યુ હતુ.આ પ્રસંગે ધોરણ ૧૦ પછી શું કરી શકાય ? તે અંગે યોગેશભાઈ કંઝારિયાએ વિસ્તૃત માહીતી આપી હતી.ત્યારબાદ ધોરણ ૧૨ પછી વિશાળ તકોની વાત શ્રી એમ.એમ સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર પ્રો.ડો. શર્માએ અનેક નવી તકોની ચર્ચા કરી હતી.

ધોરણ ૧૦ પાસ કે નપાસ વિદ્યાર્થીઓ માટે સ્વરોજગારી માટે આઇટીઆઇમાં વિશાળ તકોની વાત દેવેશભાઈ કંઝારિયાએ કરી હતી, ગ્રેજ્યુએટ પછી વિશાળ તકો અંગે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.દંગી તથા શ્રી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.ગરમોરાએ વિસ્તૃત માહિતી આપી હતી. આજના યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી ? તે અંગેની માહિતી જામજોધપુર કોલેજના પ્રો.ડો.સુનીતાબેન કંઝારિયાએ આપી હતી.મોરબી જિલ્લાના રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણીયાએ સ્વરોજગારી નોંધણી અને ભરતી અંગે માહિતી આપી હતી તેમજ જગદીશભાઈ સોનગ્રાએ સીએ, સીએસ, સીડબલ્યુએ વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે જ્ઞાતિના અને કાર્યક્રમના પ્રમુખશ્રી ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવેલ કે વિદ્યાર્થીઓએ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઇએ, એડમિશન જ્યાં લેવું હોય તેના ફોર્મ સમયસર ભરી દેવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ.જે વિદ્યાર્થી મિત્રો દસ-બાર કલાક મહેનત કરતા હશે.તેઓ જરૂર સફળ થશે જ કારણ કે એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે.કાર્યક્રમના અંતમાં દરેક વક્તાઓનુ પ્રમુખના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા નવગામ જ્ઞાતિના મંત્રી રમેશભાઇ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦-૧૨ અને કૉલેજ પછી શું કરી શકાય. ? તે અંગેના પેમ્પલેટ વગેરે સાહિત્ય આપવામાં આવેલ.કાર્યક્રમના અંતમાં સર્વે મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થી ભાઈ-બહેનોનો કેતનભાઇ પરમારે આભાર માનેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમારે કર્યુ હતુ.




Latest News