મોરબીમાં જીવલેણ થેલેસેમીયા અંગે જાગૃતી માટે યોજાએલ રક્તદાન કેમ્પમાં ૧૨૨ બોટલ રકત એકત્રીત કરાયુ
ટંકારામાં જુની અદાવતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઇપથી માર માર્યો
SHARE









ટંકારામાં જુની અદાવતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઇપથી માર માર્યો
કોટડાનાયાણી ગામ પાસેનો બનાવ : સુભાષ પરમાર પીપળી માતાજીની માનતા ઉતારવા જતા હતા ને રસ્તામાં વિશાલ અને દિપક તુટી પડ્યા : સારવારમાં
ટંકારાના કોટડાનાયાણી પાસે જુની અદાવતનો ખાર રાખી છતરના સુભાષ પરમારને તેના ભાઈના સાળા વિશાલ અને દિપકે પાઇપની ફટકારતા સારવારમાં અત્રેની સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વધુ વિગત અનુસાર ટંકારાના છતર ગામે રહેતા સુભાષભાઈ રાજુભાઈ પરમાર (ઉ.30) ગત રોજ બાજુમાં આવેલા પીપળી ગામે માતાજીના મઢે માનતા ઉતારવા જતા હતા
ત્યારે કોટડાનાયાણીના ગામ પાસે સુભાષભાઇને આંતરી વિશાલ અને દિપક નામના શખ્સોએ ઝઘડો કરી પાઇપથી ફટકાર્યા હતા. વધુમાં ઇજાગ્રસ્ત સુભાષભાઈના ભાઈએ જણાવ્યું હતું કે, હુમલો કરનાર વિશાલ અને દિપક મારા સાળા થાય છે અને બે માસ પહેલા તેની સાથે ઝઘડો થયેલ હતો. જેનો ખાર રાખીને મારા ભાઈ પર હુમલો કર્યો હતો.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
