ટંકારામાં જુની અદાવતનો ખાર રાખી યુવકને બે શખ્સોએ પાઇપથી માર માર્યો
મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ
SHARE









મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી મહેશ ભગવાનની જન્મ જયંતિ ઉજવાઇ
મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષે મહેશ નવમી નિમિત્તે મહેશ ભગવાનની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આ વખતે પણ મહેશ નવમીના દિવસે મોરબી શહેરના શનાળા રોડ અને રવાપર રોડ ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોરબીમાં રહેતા માહેશ્વરી સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા અને વાજતેગાજતે શોભાયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈ હતી ત્યારબાદ મોરબીમાં આવેલ લૂહાર જ્ઞાતિની વાડી ખાતે માહેશ્વરી સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ તકે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા તેમજ મોરબી માળીયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરીયા, પિયુષભાઈ કૈલા, હરીશભાઇ કૈલા જયસુખભાઇ કૈલા, રાજભાઈ આસનાની અને મયુરભાઈ માહેશ્વરી સહિતના સમાજના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
