મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી


SHARE









ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી
 
ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા પડધરી તાલુકાના ખોડાપીપર ગામે પોતાની ગ્રાન્ટમાંથી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા અદ્યતન એમ્બ્યુલન્સ આપી હતી. 

લલિતભાઈએ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકોને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને  સર્વ ગ્રામજનો દ્રારા લલીતભાઈ કગથરા તથા ડો. ડાયાભાઈ પીપળીયાને સન્માનિત કરવામાં  આવ્યા હતા અને હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયાએ જાગૃત અને કર્મઠ ધારાસભ્ય લલીતભાઇ કગથરાનીને કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતીભાઈ જે. પટેલ, ઘનુભા જાડેજા, ભાણુભા, અવચરભાઈ, ભરતભાઈ તળપદા, હેમુભા, ગીરૂભા જાડેજા, વસંતભાઈ ગઢીયા, રમણીકભાઇ પટેલ, જેરાજભાઈ વૈષ્ણવ, ઇલાબેન કગથરા, નયનભાઈ અઘારા, કે.ડી.પડસુંબિયા, હિરેનભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા તેમજ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્યજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને અશ્વિનભાઈ ગઢીયા દ્વારા કાર્યક્ર્મનું સંચાલન કરવામાં આવ્યું હતું.




Latest News