ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી
વાંકાનેર ડેપો મેનેજરના યુઝર આઈડી મેળવીને ઓનલાઈન ૬૨૬ ટીકીટ કેન્સલ કરીને બે ગઠિયાએ કરી ૧,૪૪,૩૮૨ ની છેતરપિંડી..!
SHARE









વાંકાનેર ડેપો મેનેજરના યુઝર આઈડી મેળવીને ઓનલાઈન ૬૨૬ ટીકીટ કેન્સલ કરીને બે ગઠિયાએ કરી ૧,૪૪,૩૮૨ ની છેતરપિંડી..!
વર્તમાન સમયમાં મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે જેનાથી લોકો ઘણો ફાયદો છે જો કે, કેટલાક ભેજાબાજ શખ્સો દ્વારા ઓનલાઈન સેવાનો ગેરલાભ લઈને ફ્રોડ કરવામાં આવે છે આવી જ રીતે બે ભેજાબાજ શખ્સો દ્વારા વાંકાનેર એસટી ડેપો સહિત એસટી વિભાગ અને સરકારની સાથે છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરવામાં આવી છે જેથી વાંકાનેરના ડેપો મેનેજર દ્વારા હાલમાં બે શખ્સોની સામે ૧,૪૪,૩૮૨ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર એસટી ડેપો કોલોનીમાં રહેતા અને એસટી વિભાગમાં જ નોકરી કરતાં કવિતાબેન મલયભાઇ ભટ્ટ જાતે બ્રાહ્મણ (૪૦)એ સંજયભાઇ આર. બારીયા (યુઝરઆઇડી GSSANJAYR) અને વિપુલભાઇ ભગાભાઇ મોહનીયા (યુઝરઆઇડી GS MOHANIYA) સામે વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓ જીએસઆરટીસી ગોધરા વિભાગના બુકીંગ એજન્ટો છે અને મુસાફરોની ઓન લાઈન ટ્રીપની ટીકીટો બુકીંગ કરી હતી અને ફરીયાદી એસટી વિભાગના કર્મચારી છે તેના યુઝરઆઇડી ગમે ત્યારે અને ગમે તે રીતે મેળવી લીધેલ હતા અને ગત જાન્યુઆરી-૨૦૨૨ થી મે-૨૦૨૨ દરમ્યાન આરોપીઓએ ટીકીટો ઓનલાઈન કેન્સલ કરી વાંકાનેર કેન્દ્રની અંદાજીત ૨૫૨ જેટલી ટીકીટ કેન્સલ કરી હતી જેની રકમ ૫૬૩૮૧ રૂપિયા અને અન્ય કેન્દ્રની અંદાજીત ૩૭૪ જેટલી ટીકીટ જેની રકમ ૮૮૦૦૧ રૂપિયા આમ કુલ મળીને અંદાજે ૧,૪૪,૩૮૨ ની રકમ પોતાના અંગત ફાયદા સારૂ રીફંડ મેળવી એસ.ટી. વવિભાગને મળતી રકમ તેમજ સરકારને મળવા પાત્ર થતી મુસાફર ટેક્ષની રકમનુ નુકસાન કર્યું છે અને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરેલ છે જેથી પોલીસે હાલમાં આઇ.પી.સી. કલમ-૪૦૯, ૪૨૦, ૩૪ તથા આઈ.ટી.એકટ કલમ ૬૬(સી) તથા ૬૬(ડી)મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ બંને આરોપીઓ દ્વારા રાજ્યમાં ઘણા ડેપો મેનેજરના યુઝર આઈડી મેળવીને એસટી વિભાગની સાથે ફ્રોડ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે જો કે, પોલીસ તપાસમાં શું સામે આવશે તે તો આગામી સમય જ બતાવશે.
