વાંકાનેરના સરતાનપર નજીક દુકાન પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા શખ્સોને લોકોએ ધોઈ નાખ્યા
ઉઘરાણા !: મોરબી એસીબીની ટીમે ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને શંકાસ્પદ રોકડ સાથે પકડ્યા
SHARE









ઉઘરાણા !: મોરબી એસીબીની ટીમે ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને શંકાસ્પદ રોકડ સાથે પકડ્યા
મોરબી જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે અનેક વખત સવાલો ઉઠેલા છે તેવામાં હળવદથી મોરબી આવી રહેલા મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને એસીબીની ટીમે શંકાસ્પદ રોકડ સાથે ઝડપીને આગળની કાર્યવાહી કરી હતી
હળવદથી મોરબી આવતા મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને એસીબીની ટીમે રોક્યા હતા અને તેને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી શંકાસ્પદ રોકડ સાથે ઝડપીને આગળની કાર્યવાહી કરી હતી જેની માહિતી આપતા એસીબીના પીઆઇ પી.કે.ગઢવીએ જણાવ્યુ હતું કે, ફૂડ એન્ડ ડ્રગ કચેરી મોરબીના સિનિયર ફૂડ સેફટી ઓફિસર હર્ષાબેન બી.પટેલ અને ફૂડ ઇન્સ્પેકટર ચિરાગ નિમાવતને રોક્યા હતા ત્યારે કાર નંબર જીજે ૪ બીઇ ૫૭૧૮ ને ચેક કરેલ હતી અને હર્ષાબેન બી. પટેલ તથા ચિરાગ નિમાવત પાસેથી રૂપિયા ૬૭૯૩૦ અને ૮૭૨૦ રોકડા મળી આવી હતી જેનો ખુલાસો માંગ્યો હતો પરંતુ અધિકારી સંતોષકારક ખુલાસો ન કરતાં શંકાસ્પદ રકમ ગણીને રોકડ રકમ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી
