ટંકારાના સજનપર ગામની શાળાએ ઇતિહાસ સર્જ્યો : શાળાના બે વિદ્યાર્થી NMMS પરીક્ષામાં તાલુકામાં પ્રથમ
મોરબીમાં શેરીઓના બોર્ડ મૂકવા પાલિકામાં ભાજપના આગેવાનની રજૂઆત
SHARE









મોરબીમાં શેરીઓના બોર્ડ મૂકવા પાલિકામાં ભાજપના આગેવાનની રજૂઆત
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં લોકોને સરળતાથી ચોક્કસ જગ્યા મળી રહે તે માટે રહેણાંક વિસ્તારમાં જે તે સોસાયટીના નામો તેમજ શેરી નંબરના બોર્ડ મૂકવામાં આવે તે જરૂરી છે જેથી કરીને તે બોર્ડ મૂકવા માટે ભાજપ આગેવાને પાલિકામાં રજૂઆત કરી છે.
મોરબી શહેર ભાજપના કારોબારી સભ્ય જનકભાઈ વાલજીભાઈ હિરાણીએ તાજેતરમાં પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં દરેક વિસ્તારોમાં બોર્ડ મૂકવામાં આવેલ નથી જેથી બહાર ગામથી આવતા લોકો સહિતના લોકોને ઘણી વખત હેરાન થવું પડે છે જેથી કરીને દરેક વિસ્તારમાં તેમજ શેરીમાં બોર્ડ મૂકવામાં આવે તે જરૂરી છે જેથી લોકોને સરનામું સરળતાથી મળી રહેશે જો કે, આ કામગીરી ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.
