મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત
મોરબી જિલ્લાના ટંકારા-માળીયા તાલુકામાં મેઘમહેર: ખેડૂતોમાં ખુશી
SHARE









મોરબી જિલ્લાના ટંકારા-માળીયા તાલુકામાં મેઘમહેર: ખેડૂતોમાં ખુશી
રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે અને જુદાજુદા જિલ્લા અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા અને માળીયા તાલુકાનાં જુદાજુદા ગામોમાં વરસાદ વરસી રહ્યો છે અને સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
રાજ્યમાં આ વર્ષે ૧૩ તારીખ સુધીમાં વરસાદ આવી જશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામા આવ્યું હતું અને તે મુજબ વરસાદ શરૂ થઈ ગયો છે રવિવારે પણ સાંજના સમયે જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યાર બાદ સોમવારે સાંજે પણ વરસાદ પડ્યો હતો જેમાં ટંકારા તાલુકાના ગામડામાં ભારે વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે અને અને લોકોના કહેવા મુજબ એક ઈચથી લઈને અઢી ઈચ સુધી વરસાદ વરસ્યો છે તેમજ નેકનામ, રોહીશાળા, ઓટાળા, નેસડા, ગજડી વિરવાવ, જોધપર ઝાલા, સાવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે અને ગણતરીના કલાકોમાં ખેતરમાંથી પાણી નિકળી ગયા હતા અને વોકળા વહી ગયા હતા આવી જ રીતે માળીયા તાલુકાની પીપળીયા ચોકડી પાસે પણ ધોધમાર વરસાદ પડ્યો હોવાનું લોકો પાસેથી જાણવા મળેલ છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી ગયો હોવાથી હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
