મોરબીમાં હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે
મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત
SHARE









મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત
મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સરકારે ઓવરબ્રિજ તેમજ ફોરલેન મંજૂર કરેલ છે જો કે, હજુ સુધી તેના કામ શરૂ કરવામાં આવેલ નથી જેથી કરીને સામાજિક કાર્યકરે આ મુદે સીએમને રજૂઆત કરી છે અને વહેલી તકે કામ ચાલુ કરીને સમયસર પૂરા કરવામાં આવે તેવી માંગ કરેલ છે
મોરબીમાં લોકોની સુખાકારી વધારવા માટે ધડોધડ જુદાજુદા કામ મંજૂર કરી લેવામાં આવેલ છે જો કે કામ ચાલુ કરવામાં આવતા નથી જેથી ટંકારના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં જીવલેણ અકસ્માતના લીધે અત્યાર સુધીમાં ઘણા લોકોના જીવ ગયા છે અને ટ્રાફિકની માથું ફાડી નાખે તેવી છે જેથી કરીને મોરબીથી હળવદ રોડ ફોરલેન, મોરબીથી જેતપર રોડ ફોરલેન અને મોરબીથી નવલખી ફોરલેનનું કામ મંજૂર કરવામાં આવેલ છે જો કે, હજુ કામ શરૂ પણ કરવામાં આવ્યું નથી આવી જ રીતે મહેન્દ્રનગર અને નટરાજ પાસે ઓવરબ્રીજનું કામ મંજૂર કરેલ છે જો કે, તે કામ પણ શરૂ કરવામાં આવેલ નથી તેમજ મચ્છુ નદીમાં ચાર સ્થળે બેઠા પૂલ જેમાં જુના સ્મશાનથી સામાકાંઠે નવા સ્મશાન સુધી, મહાપ્રભુજીની બેઠકથી કાલીકા ઘાટ શીતળા માતાના મંદિર સુધી, રામ ઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ સુધી અને ભડીયાદ રોડથી લીલાપર રોડ સુધી મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરી છે
