મોરબી જિલ્લાના ટંકારા-માળીયા તાલુકામાં મેઘમહેર: ખેડૂતોમાં ખુશી
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારી કર્યા ચોકાવનારા ખુલાસા !
SHARE









મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારી કર્યા ચોકાવનારા ખુલાસા !
મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પ્રશ્નોતરીમાં વિપક્ષે પ્રશ્નોની જડી વરસાવી દીધી હતી ત્યારે આ બેઠકમાં નાની સિચાઈના કામો, શિક્ષણ વિભાગના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી આબે ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓના હિતમાં અધિકારીઓએ દ્વારા કામ કરવામાં આવે તેવી લાગણી વિપક્ષે વ્યક્ત કરી હતી
મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં નાની સિંચાઈ યોજનાના કૌભાંડ પછી જીલ્લામાં સીંચાઈના કામો બંધ થઈ ગયા છે અને આજની તારીખે ૩૩૪ જેટલા કામ પેન્ડિંગ છે તેવું અધિકારી જણાવ્યુ હતું તેમજ જિલ્લાના ગામડાઓમાં આડેધડ પવનચક્કી નાખવામાં આવી રહી છે ત્યારે હવે જીલ્લામાં ક્યાંય પણ પવનચક્કી નાખવાની હોય તો ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડશે તેવો પણ ઠરાવ કરવાં આવેલ છે
મોરબી જિલ્લો બન્યો ત્યારથી આ જીલ્લામાં શિક્ષકોની ઘટ છે અને આજની તારીખે મોરબી જીલ્લામાં ૨૫૦ થી વધુ શિક્ષકોની ઘટ છે. અને જીલ્લામાં આજની તારીખે ૧૯ શાળા માત્ર એક જ શિક્ષકથી ચાલે છે તેવું અધિકારીએ કહ્યું હતું અને લવણપુર તેમજ રાજપર (કું) ગામની બે શાળા બંધ કરવામાં આવી છે તેવો ચોકાવનારો ખુલાશો થયો હતો અને જીલ્લા પંચાયતની એકપણ સમિતિની કાર્યવાહીની નોંધ વિપક્ષને મળતી હોવાની ન હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી કરીને સામાન્ય સભા સહિતની મિટિંગની નોંધની માહિતીની નકલો આપવામાં આવે તેવી માંગ કરી હતી અને જિલ્લા પંચાયયતમા કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીઓને સમયસર વેતન આપવા આવતું નથી અને તેનું શોષણ કરવામાં આવે છે તેવું વિપક્ષે જણાવ્યુ છે
