મોરબી: નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે E–COOPERATIVE PORTAL લોન્ચ કરાયું
SHARE









મોરબી: નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે E–COOPERATIVE PORTAL લોન્ચ કરાયું
ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ અંતર્ગત નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુ કરવા અંગેની અરજીઓ હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે. ડીજીટલ ઈન્ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે મુખ્યમંત્રી દ્વારા તા.૯/૨ ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે “ E – COOPERATIVE PORTAL ” લોન્ચ કરવામાં આવેલ છે.
જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટેની કામગીરી માટે જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરીમાં જવાનું રહે નહીં તે રીતે ઉક્ત સોફટવેર અંતર્ગત ONLINE કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે નીચે મુજબની વેબસાઈટ તથા હેલ્પડેસ્ક નંબરનો સંપર્ક કરવા જણાવ્યુ છે જેમાં વેબસાઈટ www.ecooperative.gujarat.gov.in અને હેલ્પડેસ્ક નં (૦૨૮૨૨) ૨૪૧૫૯૦ નો સંપર્ક કરવાનો રહેશે સોફ્ટવેર અંતર્ગત હવે પછી ગુજરાત નાંણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ ની વિવિધ કલમો હેઠળ થતી નાણાંની ધીરધાર કરનારાઓના રજિસ્ટ્રેશન તેમજ રેન્યુઅલની અરજીઓ ONLINE જ સ્વીકારવામાં આવશે તેવું રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબી ડી.વી.ગઢવીની યાદીમાં જણાવાયું છે.
