મોરબી: નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે E–COOPERATIVE PORTAL લોન્ચ કરાયું
મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ચાર ઝડપાયા
SHARE









મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર બે અને ત્રણની વચ્ચેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સિકદરભાઈ ઉર્ફે બોડીગાર્ડ દાઉદભાઈ શેખ જાતે ફકીર (૨૯), ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા જાતે સંધી (૩૬), સમીરભાઈ ખમીશાભાઈ કાતીયાર જાતે સંધી (૨૫) અને સોયબભાઈ ઓસમાણભાઈ નકુમ જાતે સંધી (૩૪) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની હતી
દેશીદારૂ
વાંકાનેર નવાપરા વિસ્તારમાં જી.આઈ.ડી.સી પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ચારસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રવિનાબેન માનસિંગ જીલીયા જાતે દેવીપૂજકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
