મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદનાં ચરાડવા ગામે રાજલનગરમાં મકાનમાથી ૮૮ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE









હળવદનાં ચરાડવા ગામે રાજલનગરમાં મકાનમાથી ૮૮ બોટલ દારૂ સાથે એક પકડાયો

હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રાજલનગરમાં મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી દારૂની ૮૮ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી પોલીસે ૨૬૪૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે

હળવદ તાલુકાનાં પીઆઇ પી.એ દેકાવાડીયાની સૂચના મુજબ તાલુકામાં દારૂ જુગારની બદીને ડામવા માટે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અરવિંદભાઇ માવજીભાઇ ઝાપડીયા, મનસુખભાઇ રવજીભાઇ ચાવડા તથા ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમારને બાતમી મળી હતી કે, હાલ ચરાડવા રાજલનગરમાં સોનાભાઇ વશરામભાઇ ચૌહાણના મકાનમાં ભાડે રહેતા દિનેશભાઇ કાનજીભાઇ કોળી પાસે દારૂનો જથ્થો છે જેથી કરીને તેના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી શીલ પેક દારૂની ૮૮ બોટલ મળી હતી જેથી પોલીસે ૨૬૪૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News