મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?


SHARE







વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?

વાંકાનેરમાં આગામી 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી થવાની હતી જે કોઈ પણ કારણોસર રદ કરીને તેનું સ્થળ બદલાવીને મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કરવામાં આવેલ છે જેથી કરીને રાજકારણમાં વિવાદનું ઘર બની ગયેલ વાંકાનેરની રાજકિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે કે પછી બીજું કોઈ કારણ છે તેને લઈને હાલમાં વાંકાનેરમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં. 

વાંકાનેરમાં આગામી 15 ઓગસ્ટ 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કરવાનું આયોજન થયું હતુંઅને આ બાબતે સ્થાનિક પ્રશાસન દ્વારા અમરસિંહજી શાળા ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતીપરંતુ છેલ્લી ઘડીએ કોઈ પણ કારણોસર વાંકાનેરમાં જીલ્લા કક્ષાની ઉજવણી રદ કરી મોરબી ખાતે નક્કી કરવામાં આવતા વાંકાનેરમાં શા માટે આ આયોજન રદ કરવામાં આવ્યું તેવા સવાલો ઉઠવા પામ્યા હતાં અને સ્વાતંત્ર્ય પર્વ જેવા દેશ ભક્તિ પર્વની ઉજવણીમાં પણ રાજકીય પ્રશ્નો ઉદભવે છે ! તેવા પણ તર્ક વિતર્કો વહેતા થયા હતાંત્યારે આ મુદ્દે વાંકાનેર પ્રાંત અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવતાં હોય છે તેમ જણાવ્યું હતુંપરંતુ શા માટે સ્થળ બદલાવવામાં આવ્યું તે બાબત સ્પષ્ટ જવાબ આપેલ નથી ત્યારે આ મુદ્દે વાંકાનેરનાં શહેરીજનોમાં પણ અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં.






Latest News