ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાકક્ષાની વાદન સ્પર્ધા માટે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં વિડીયો સી.ડી. મોકલી આપવી


SHARE







મોરબી જિલ્લાકક્ષાની વાદન સ્પર્ધા માટે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં વિડીયો સી.ડી. મોકલી આપવી

ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના  હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી "મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ" ના અભિયાનની નવતર પહેલ કરી છે.

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ) સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઈ શકશે. ઉક્ત સ્પર્ધાની વિડિયો ક્લિપની  સી.ડી .તૈયાર કરી તા. ૧૫/૦૯ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ મોરબી ખાતે મોકલવાની રહેશે.


રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- ઈનામ આપવામાં આવશે તથા અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તેમજ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ    https://www.facebook.com/mobile2sports તેમજ યુટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News