ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લા ખેતીવાડી અધિકારીનું ખેડૂતોના પાક બચાવવા જરૂરી માર્ગદર્શન


SHARE







મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા જિલ્લા ખેતીવાડી અધિકારીનું ખેડૂતોના પાક બચાવવા જરૂરી માર્ગદર્શન

હાલમાં વરસાદ ખેંચાતા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પાકના સંરક્ષણ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ વરસાદનું પ્રમાણ નહીવત્ત રહેશે અને વાતાવરણ મોટા ભાગનું વાદળછાયું રહેશે. ખરીફ પાકોમાં પાણીની ખેચ જણાયતો હળવું પિયત આપવાની ભલામણ છે.  પિયત માટે ફુવારા અથવા ટપક પધ્ધતીનો ઉપયોગ કરવો જેથી ઓછા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે

આ ઉપરાંત બે વરસાદ વચ્ચેનો ગાળો વધુ લંબાવાને કારણે પાક નિષ્ફળ ગયેલ હોય અને પછી પુરતો વરસાદ પડે ત્યારે ખેડૂતોએ બાજરી જી.એચ.બી. ૫૫૮ અને ૫૭૭ ની વાવણી કરવી, વરસાદ ખેંચાય તો સમયસર આંતર ખેડ કરવી. જેમ જેમ છોડ પરિપક્વ થતાં જાય તેમ તેમ કાપણી કરવી જેથી ભેજનો સંગ્રહ થઇ શકે. નિંદણ  નિયંત્રણ માટેના યોગ્ય પગલા લેવા અને ખેતર ચોખ્ખું રાખવું.જમીનમાં પ્રાપ્ય ભેજ જાળવવા પાકમાં પારવણી કરી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટાડવી. જમીનમાં ભેજનો સંગ્રહ થાય તે માટે પૂરતા પગલા લેવા. શકય હોય ત્યાં જમીન ઉપર આવરણ કરવું. પિયતની શકય હોય ત્યાં પાકની કટોકટીની અવસ્થાએ જીવન રક્ષક પિયત આપવું. એકાન્‍તરે ચાસે પિયત આપવું. નાઈટ્રોજન ખાતરનો પુર્તિ હપ્તો આપવો નહીં પરંતું સારો વરસાદ થયેથી તે હપ્તો આપવો. સૂક્ષ્મ પિયત પધ્ધતિ (ટપક અથવા ફુવારા પિયત પધ્ધતિ) નો ઉપયોગ ક્‍રવો. પાકને આંતરખેડ અને હાથથી નિંદણ મુક્ત રાખવું. પાક્‍માં ક્‍ટોક્‍ટી અવસ્‍થાએ પિયત આપવું. દિવેલા GCH-5 નું ૧૫૦ X૭૫ સે.મી.ના સાંકડા ગાળે તથા GCH-7 નું ૧૫૦ X ૧૨૦ સે.મી.ના ગાળે વાવેતર કરવું. જેમા ૭૫ કિ.ગ્રા. નાઈટ્રોજન(૨૫ % FYM સ્વરુપે / દિવેલાની ખોળ) + ૨૫ કિ.ગ્રા. P2O5 ખાતર આપવાનુ રહેશે. બિન પિયત દિવેલાનું ૯૦ X ૩૦ સે.મી.ના સાંકડા ગાળે વાવેતર કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ચૌહાણની યાદીમાં જણાવાયું છે






Latest News