મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ઇશ્વરનગર, ખીરાઈ, ફડસર, હસનપર અને માલણીયાદમાં જુગારની પાંચ રેડ: ૬.૫૭ ના મુદામાલ સાથે ૨૫ જુગારી પકડાયા, ૪ નાશી ગયા !


SHARE









મોરબી જીલ્લાના ઇશ્વરનગર, ખીરાઈ, ફડસર, હસનપર અને માલણીયાદમાં જુગારની પાંચ રેડ: ૬.૫૭ ના મુદામાલ સાથે ૨૫ જુગારી પકડાયા, ૪ નાશી ગયા !

મોરબી જીલ્લામાં શ્રવણિયો જુગાર પુરબહારમાં ચાલી રહયો છે ત્યારે જુગારીઓ ઉપર પોલીસ દ્વારા સતત ધોસ બોલાવવામાં આવી રહી છે અને સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમો દ્વારા જુદાજુદા વિસ્તારમાં રેડ કરીને જુગારીઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે ઇશ્વરનગર, ખીરાઈ, ફડસર, હસનપર અને માલણીયાદ ગામે જુગારની જુદીજુદી પાંચ રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે હાલમાં ૨૫ જુગારીઓને પકડ્યા છે અને તેની પાસેથી રોકડા તથા મોબાઇલ ફોન મળીને કુલ ૬,૫૭,૧૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે જો કે, હળવદના માલણીયાદ ગામે જુગારની રેડ કરી હતી ત્યારે પોલીસને જોઈને ચાર જુગારીઓ નાશી ગયા હતા જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી એલસીબીના નિરવભાઇ મકવાણા તથા દશરથસિંહ પરમારને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની બોરીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ ઇશ્વરનગર ગામે રહેતો ચંદ્રકાંત દેવજીભાઇ પટેલની વાડીએ જુગારની રેડ કરી હતી ત્યારે ઓરડી પાસે બહારથી માણસો બોલાવી જુગાર રમતા ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા (૩૩) રહે.ઇશ્વરનગર, ધર્મેન્દ્રભાઇ વાસુદેવભાઇ માકાસણા (૪૫) રહે.ચરાડવા, હસમુખભાઇ પ્રભુભાઇ ગણેસીયા (૪૦) રહે.હળવદ, ભરતગીરી રીગીરી ગોસાઇ (૫૦) રહે. હળવદ, અરવિંદ મનજીભાઇ અંધારા (૩૮) રહે. જેતપર, રૂપેશ લક્ષ્મણભાઇ કલોલા (૪૨) રહે. મોરબી, શાંતિલાલ નારણભાઇ હુલાણી (૨૭) રહે. કડીયાણા, ચમન ધનજીભાઇ બાવરવા (૪૧) રહે. વાઘપર અને ચંદુલાલ જાદવજીભાઇ કાલરીયા (૫ર) રહે. રોહીશાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ રૂપીયા ૨,૦૦,ર૦૦ અને ૯ મોબાઇલ ફોન મળીને કુલ ૨,૨૨,૨૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે

તો જુગારની બીજી રેડ એલસીબીની ટીમે માળીયા તાલુકાનાં ખીરાઈ પાસે નવી બની રહેલી હોટલની ઓરડીમાં કરી હતી જેની બાતમી વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ હતી અને માળીયા મોરબી હાઇવે રોડ ઉપર નાઝ ટ્રાન્સપોર્ટની બાજુમાં નવી બનતી હોટલના ગ્રાઉન્ડમાં આવેલ ઓરડીમાં રેડ કરી હતી ત્યારે હાસમ કરીમભાઇ મિયાણા રહે. વીસીપરા, મદીના સોસાયટી, મોરબી, અનવર જુશબભાઇ જામ જાતે મિયાણા (૬૦) રહે. વીસીપરા, શાંતિનગર, વિજયનગરની બાજુમાં મોરબી અને સોનલબેન હિતેષભાઇ નાગ જાતે રબારી (૩૫) રહે. લાયન્સનગર, સેન્ટમેરી સ્કૂલ પાસે, મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા ૨,૪૫,૦૦૦ તથા અલગ અલગ કંપનીના બે મોબાઇલ મળીને ૨,૫૫,૫૦૦ ના મુદામાલ સાથે ત્રણેય જુગારીઓની ધરપકડ કરી હતી

જયારે એલસીબીની ટીમે ત્રીજી રેડ ફડસર ગામની હાસલા સીમમાં કરી હતી જેની બાતમી નિરવભાઇ મકવાણા તથા ભરતભાઇ જીલરીયાને મળેલ હતી અને તેના આધારે રેડ કરતાં ફડસર ગામની હાસલા તરીકે ઓળખાતી સીમમાં પ્રભુભાઇ સાંણજા રહે. રાજપર વાળાની વાડીના શેઢે ઇલેક્ટ્રિક થાંભલા નીચે લાઇટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેમાં નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયા (૪૮) રહે. પંચાસર રોડ મોરબી, સુરેશભાઇ ગાંડુભાઇ કડીવાર (૪૦) રહે. કન્યા છાત્રાલય રોડ મોરબી, છગનભાઇ ગણેશભાઇ ઠોરીયા (૫૮) રહે. કાંતિપુર, ઠાકરશીભાઇ છગનભાઇ વિરમગામા રહે. યદુનંદન ૧૭ મોરબી અને જીતેન્દ્ર રામજીભાઇ પ્રજાપતિ (૩૬) રહે. શનાળા રોડ હાઉસીંગ બોર્ડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડ રૂપીયા ૧,૨૬,૭૦૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી


વાંકાનેર જુગાર


વાંકાનેર તાલુકાના હસનપર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે રોડ ઉપર જુગાર રમતા દેવજીભાઈ ભીખાભાઈ રાઠોડ (૪૨), નયનેશભાઈ હરજીવનભાઈ મોરી (૨૮), નીતિનભાઈ નથુભાઈ પીપરીયા (૨૨) અને દિલીપભાઈ માનસિંગભાઈ પીપરીયા (૩૨) જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ચાર હજાર રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ જુગાર


હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસે સીમમાં ધોરી તલાવડી તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડીની અંદર જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી જોકે પોલીસે સ્થળ પરથી હાલમાં અરવિંદભાઈ મનજીભાઈ સોલગામા (૩૬), રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભોજાભાઇ ડાભી (૨૨), જીવાભાઇ રેવાભાઇ ગુંડારીયા (૪૭) અને અશોક દેવાભાઇ જરવરીયા (૨૮) ની ધરપકડ કરેલ છે જોકે પોલીસને જોઇને નાશી ગયેલા ભુરાભાઈ વિનોદભાઈ દલવાડી, હસુભાઈ દેવજીભાઈ દલવાડી, જયેશભાઈ વિઠ્ઠલભાઈ દલવાડી તેમજ ભરતભાઇ ઉર્ફે પંપો મોતીભાઈ પ્રજાપતિને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે હાલમાં જ જુગારીઓને પકડવામાં આવ્યા છે તેની પાસેથી પોલીસે ૫૮૭૦૦ ની રોકડ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News