મોરબીના નાની વાવડી ગામે રૂપિયાની ઉઘરાણી મુદે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ
મોરબીના વાધપર ગામે રોડના કામની સ્થળ તપાસ કરતાં ચેરમેન અજય લોરીયા
SHARE







મોરબીના વાધપર ગામે રોડના કામની સ્થળ તપાસ કરતાં ચેરમેન અજય લોરીયા
મોરબી તાલુકાનાં વાઘપર પીલુડી ગામે હાલમાં સુવિધાપથ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગામના સરપંચ કેશુભાઈ કડીવાર સાથે રહીને મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ સ્થળ ઉપર ચાલતા કામની તપાસ કરી હતી અને બાદમાં ચેરમેન અજય લોરીયાએ કોન્ટ્રાકટરને જરૂરી સૂચના આપી હતી અને ખાસ કરીને કોઈ પણ જાતની ગેરરીતિ કામમાં ચલાવી લેવામાં આવશે નહીં અને ટેન્ડર મુજબ કામગીરી કરવા જણાવ્યુ હતું તેમજ જિલ્લા પંચાયત હસ્તકના રોડ બનાવવાની કામગીરી જ્યાં પણ ચાલુ હોય ત્યાં ધ્યાન રાખવું અને જો નિયમ મુજબ કામગીરી કરવામાં આવતી ન હોય અથવા તો કોઈ ગેરરીતિ કરવામાં આવી રહી હોય તો તે અંગેની તાત્કાલિક તેઓને જાણ કરવા માટે કહ્યું છે
