મોરબીમાં 10 હજાર રૂપિયાની કિંમતની દારૂની 3 બોટલ સાથે 2 શખ્સ પકડાયા મોરબી નજીક અકસ્માત સર્જીને કૌટુંબિક કાકા-ભત્રીજાનું મોત નિપજાવનાર ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને ઠપકો આપનાર મહિલા અને તેને દીકરાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું
Breaking news
Morbi Today

ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ


SHARE

















ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ

 મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે ટંકારા ધારાસભ્ય મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ લલીતભાઇ કગથરાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને વિદ્યાર્થીનીઑ દ્વારા એસટી બસમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો કારણકે ટંકારા તાલુકાના ઉમિયાનગર, નસીપર, નાના ખીજડિયા, મોટા ખીજડીયા અને મોરબી તાલુકાના મહેન્દ્રનગર, ઘૂટું સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોરબી શહેર અને તેની આસપાસમાં આવેલી શાળા-કોલેજોની અંદર અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને તેઓના ઘરેથી સવારના સમયે સમયસર શાળાએ આવવા માટે થઈને બસ મળતી ન હોવાથી અને ઘણી વખત બસના ડ્રાઇવર-કંડકટર બસને ઊભી રાખતા નથી જેથી કરીને વિધાર્થીઓ સહિતના હેરાન થતાં હોય છે જેથી કરીને અવારનવાર આ મુદ્દે ધારાસભ્ય અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા મોરબી એસટી ડેપોના મેનેજર અને રાજકોટ ડિવિઝનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ નક્કર પગલાં લઈને સુધી લેવામાં આવ્યા ન હતા જેથી કરીને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને ટંકારા ધારાસભ્ય સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા એસટી બસ સ્ટેન્ડની અંદર બસને રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી એસટી બસો શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ બસોને જવાની દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારે એસ.ટી બસ ડેપોના મેનેજર તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમણે એસટી બસની જે જરૂરિયાત છે તે રૂટ તાત્કાલિક કાર્યરત કરવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી કરીને ધારાસભ્ય અને વિદ્યાર્થીઓએ ચક્કાજામ ખુલ્લો કર્યો હતો જોકે સમયસર બસોને શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ફરી પાછા કોંગ્રેસના આગેવાનો દ્વારા એસટી બસ ડેપો ખાતે ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી




Latest News