ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ
બ્રાહ્મણો ક્યારે પણ કોઇની ઈર્ષા કરતાં નથી ત્યારે અન્ય લોકોએ કોઈપણ ક્ષેત્રમાં બ્રાહ્મણોની ઈર્ષા કરવી જોઈએ નહીં: રાજેન્દ્રભાઈ ત્રિવેદી
SHARE






બ્રાહ્મણો ક્યારે પણ કોઇની ઈર્ષા કરતાં નથી ત્યારે અન્ય લોકોએ કોઈપણ ક્ષેત્રમાં બ્રાહ્મણોની ઈર્ષા કરવી જોઈએ નહીં: રાજેન્દ્રભાઈ ત્રિવેદી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, બ્રાહ્મણોએ જન્મે નહીં પરંતુ હવે કર્મે પણ બ્રાહ્મણ થવાની જરૂર છે અને ખાસ કરીને બ્રાહ્મણો ક્યારે પણ કોઇની ઈર્ષા કરતાં નથી ત્યારે અન્ય લોકોએ કોઈપણ ક્ષેત્રમાં બ્રાહ્મણોની ઈર્ષા કરવી જોઈએ નહીં
મોરબીના પરશુરામ ધામના કર્તાહર્તા ભૂપરભાઈ પંડ્યા અને અનિલભાઈ મહેતા સહિતના આગેવાનોની જહેમતથી મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગ્રાન્ટ, મોરબી નગરપાલિકાની ગ્રાન્ટ અને પરશુરામધામના આર્થિક યોગદાનથી સુશિલા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે જે કોમ્યુનિટી હોલનું આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, માજી મંત્રી વાસુબેન ત્રિવેદી, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, છેલભાઈ જોશી, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી કહ્યું હતું કે, બ્રાહ્મણોને પહેલાના સમયમાં લોકો વંદન કરતાં કહતા તે વ્યક્તિને નહીં પરંતુ તેના જ્ઞાનને વંદન કરતાં હતા ત્યારે હવે બ્રાહ્મણોએ જન્મે નહીં પરંતુ કર્મે પણ બ્રાહ્મણ થવાની જરૂર છે અને ખાસ કરીને બ્રાહ્મણો ક્યારે પણ કોઇની ઈર્ષા કરતાં નથી ત્યારે અન્ય લોકોએ કોઈપણ ક્ષેત્રમાં બ્રાહ્મણોની ઈર્ષા કરવી જોઈએ નહીં મોરબીના પરશુરામ ધામના કર્તાહર્તા ભૂપરભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે, આ હોલના નિર્માણ માટે મોરબી માળીયાના ધારાસભ્યની ગ્રાન્ટ, મોરબી નગરપાલિકાની ગ્રાન્ટ અને પરશુરામ ધામમાથી રકમ આપવામાં આવી છે અને ખાસ કરીને આ હોલને તેમના સ્વર્ગસ્થ પત્ની સુશિલાબેનનું નામ આપવામાં આવ્યું છે જેથી કરીને તેઓએ બ્રહ્મ સ આજનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો
આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યુ હતું કે, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનાં વિકાસ માટે જેટગતિએ કામ કરવામાં આવી રહ્યું છે અગાઉની સરકારમાં મુખ્યમંત્રીને આઠ દિવસ સુધી વડાપ્રધાનને મળવાનો સમય આપતા ન હતા જો કે, હાલમાં માત્ર ફોન ઉપર વિકાસ કામોને મંજૂર કરવામાં આવે છે આ તકે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી પાલિકાની બાંધકામ ચેરમેન દેવભાઈ અવાડિયા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા અને હસુભાઈ પંડ્યા, જીગ્નેશભાઈ કૈલા, સરકારી વકીલ વિજયભાઈ જાની સહિતના આગેવાનો હાજર રહયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, બ્રહ્મસમાજ યુવક મંડળ, પરશુરામધામ યુવા ગ્રુપ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, ગાયત્રી મંદિર સહિતની સંસ્થાઓના હોદેદારો અને આગેવાનો તેમજ યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


